Gujarati Samaj Qatar

WHO WE ARE

​Gujarati Samaj Qatar came into existence in 14th Jan 2000 with just 74 members as a result of efforts from some community leaders to preserve, protect and personify Guajarati values, to make our children participate in celebrating our festivals, and to provide platform to all Guaranties to come together to meet, greet, entertain and celebrate our heritage.


President's Message

Picture
           કતારમા વસતા મારા વહાલા ભાઈઓ-બહેનો, વડિલો અને ગરવી ગુજરાતના દરેક લોકોને હસમુખ પટેલના સ્નેહ ભર્યા વંદન. આપણા આવા ઉત્સાહી, કાર્યશીલ અને સહકારની ભાવનાથી ભરપૂર એવા ગુજરાતી સમાજ-કતાર ના પ્રમુખ તરીકે હું ગર્વ અનુભવુ છું. આપણો સમાજ કતારના બધાજ ઓર્ગેનાઈઝેશન કરતા એક અલગ, યુનિક અને એક્તાનું ઉદાહરણ પૂરૂપાડે છે. ગુજરાત એ હિન્દુસ્તાનનું એક મોડેલ રૂપી સ્ટેટ છે. જ્યારે ગુજરાતી સમાજ કતાર એ કતારની બધીજ સંસ્થાઓમા મોડેલ રૂપી છે. અને કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યુ છે. એનુ મુખ્ય કારણ તમારા બધાનો વિશ્વાસ અને સહકાર છે.

           ગુજરાતી સમાજના દરેક સભ્યો તથા ખાસ કરીને નિસ્વાર્થ ભાવે પોતાનો સમય આપીને સમાજ સેવાનુ કાર્ય કરી રહેલા દરેક કમીટીના સભ્યોનો ખૂબખૂબ આભાર. આ વર્ષે નવા યુવાનોએ પોતાનો ઉત્સાહ બતાવીને સમાજ સેવા માટે ઝંપલાવ્યુ છે, તે બધાનું હાર્દિક સ્વાગત છે. યુવાનોનો જોશ અને અનુભવના હોશનો સંગમ થયો છે જાણેકે "સોનામા સુગંધ".

            આપણા સમાજની શરૂઆત વર્ષ ૨૦૦૦ મા ૭૪ મેમ્બરથી કરેલ અને આજે ૧૨૦૦ થી વધુ મેમ્બર ધરાવતો સમાજ જો એક્તાનુ બ્યુગલ ફૂંકે તો આપણને પ્રગતીના શિખરો સર કરવા માટે કોઇ રોકી શકે તેમ નથી. મારૂ એક સ્વપ્ન છે, આપણો ગુજરાતી સમાજ કતાર દુનીયાન બીજા દેશોના સમાજ કરતા ખુબજ શક્તિશાળી અને આગવુ સ્થાન પ્રાપ્ત કરે.

             આપણા સમાજનો મુખ્ય ધ્યેય સોસીયલ, કલ્ચરલ અને સમાજ સેવાની પ્રવ્રુતી કરવી જેમા સમાજ તેમજ હિન્દુસ્તાનીઓના સુખદુખના ભગીદાર બનીને એકબીજાને મદદરૂપ થવું, સાથે એક "ગરવા ગુજરાતી" તરીકેની આપણી છાપ કતારની ચારે દિશાઓમા પ્રસરે તેવી શુભેચ્છા અને મનોકામના. પરદેશની અંદર આપણા સગા-સબંધી કે  કુટુંબીજનો જે ગણો તે બધાજ આપણા સમાજના સભ્યો છે. અને જરૂર પડ્યે તે બધાજ મદદરૂપ થશે.

             કતાર એક નાનો અને ખુબજ મજાનો દેશ છે, જેમા રહેતા પરદેશીઓ નિર્ભયતાથી અને આનંદથી રહી શકે છે.તેનું મુખ્ય કારણ low of order નું ખુબજ સારી રીતે પાલન કરવામા આવે છે. ગુજરાતી સમાજ તરફથી હું કતાર સરકારનો ખુબજ આભાર માનુ છુ કે આટલા સરસ દેશમાં અમોને કમાવાની અને સ્વતંત્ર પણે રહેવાની તક આપી તથા અમોને અમારૂ ગુજરાતી વાઈબ્રંન્ટ કલ્ચર પ્રમોટ કરવા માટેની તકો આપી.

             આપણુ કલ્ચર અને સંસ્ક્રુતી એ હિન્દુસ્તાનનો ખજાનો છે, તે હ્ંમેશા આપણે જાળવી રાખીએ અને આપણી આવતી પેઢીને ભેટ સ્વરૂપે સંસ્ક્રુતીના સિંચન દ્વારા એક નવા ગરવા ગુજરાતી સમાજને અર્પણ કરીએ તેવી મહત્વાકાંક્ષા અને શુભેચ્છા.

"ગુજરાતી સમાજ જે આપણુ ગૌરવ છે.
સમાજના દરેક સભ્ય તેની શક્તિ છે."


લીં. ગુજરાતી સમાજનો શુભચિંતક
હસમુખ પટેલ
પ્રમુખ ગુજરાતી સમાજ કતાર.